44 MP નો સેલ્ફી કેમેરા વાળો Vivo V21 5G Mobile ભારતમાં લોન્ચ થયો છે, પ્રાઇસ અને ફીચર્સ જાણો ગુજરાતીમાં
Vivo ( વિવો )એ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Vivo V21 5G લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 44 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. ફોનમાં 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ છે.
Vivo V21 5G ( વીવો વી21 5જી ) ની કિંમત 29,990 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત 8GB ( 8 જીબી ) રેમ અને 128GB ( 128 જીબી ) સ્ટોરેજ વેરીયન્ટ માટે છે.જ્યારે ( 8 જીબી ) રેમ અને 256GB ( 256 જીબી ) સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 32,999 રૂપિયા રાખવામાં આવી છે. સ્માર્ટફોનનું વેચાણ 6 મે થી બપોરે 12 વાગ્યે શરૂ થશે.
Vivo V21 5G ( વીવો વી21 5જી ) સનસેટ ડેઝલ અને ડસ્ક બ્લુ કલર વેરિઅન્ટ્સ સાથે ખરીદી શકાય છે. તે ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ દ્વારા વેચવામાં આવશે. ગ્રાહકોને 5% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
Vivo V21 5G ( વીવો વી21 5જી ) ના સ્પેસીફીકેશન ( સ્પષ્ટીકરણો ) ની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.44 ઇંચની AMOLED ( એમોલેડ ) ડિસ્પ્લે છે. તે ફુલ એચડી પ્લસ છે અને તેમાં 90Hz ( 90 હર્ટ્ઝ ) રિફ્રેશ રેટ સપોર્ટ છે. ફોનમાં પંચહોલ ડિસ્પ્લે અને અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપ્યુ છે.
Vivo V21 5G ( વીવો વી21 5જી ) ને મીડિયાટેક ડાયમેન્સિટી 800U ( 800 યુ ) ચિપસેટ આપવામાં આવી છે જે 7nm આધારિત છે. આ સ્માર્ટફોન Android 11 ( એન્ડ્રોઇડ 11 ) બેસ્ડ કંપનીના કસ્ટમ યુઝર ઇન્ટરફેસ Funtouch OS 11.1 ( ફન્ટઉચ ઓએસ 11.1 ) પર ચાલે છે.
Vivo V21 5G ( વીવો વી21 5જી ) માં ટ્રિપલ રીયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઇમરી લેન્સ 64MP ( 64 મેગાપિક્સલ )નો છે, બીજો 8MP ( 8 મેગાપિક્સલ ) નો અલ્ટ્રા વાઈડ લેન્સ અને 2MP ( 2 મેગાપિક્સલ ) નો ડેપ્થ સેન્સર છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી માટે 44MP ( 44 મેગાપિક્સલ ) નો ફ્રન્ટ કેમેરો આપ્યો છે. ફ્રન્ટ કેમેરામાં ઑપ્ટિકલ કેમેરા સ્ટેબલાઇઝેશન ( સ્થિરીકરણ ) નુ ફીચર્સ પણ આપવામાં આવ્યુ છે.
Vivo V21 5G ( વીવો વી21 5જી ) માં 4,000 mAh ( 4,000 એમએએચ ) ની બેટરી છે. આ સાથે, 33W ( 33 ડબ્લ્યુ ) ફાસ્ટ ચાર્જ સપોર્ટ પણ ઉપલબ્ધ છે. કંપનીએ દાવો કર્યો છે કે આ સ્માર્ટફોન અડધા કલાકમાં 63% જેટલો ચાર્જ કરી શકાય છે. કનેક્ટિવિટી માટે, તેમાં યુએસબી ટાઇપ સી પોર્ટ અને બીજા ઘણા સ્ટૈંડર્ડ ફીચર્સ આપવામા આવ્યા છે .
0 Comments