શાઓમી ( Xiaomi ) એ ભારતમાં અત્યાર સુધીમાં તેનો સૌથી મોટો 75 ઇંચનો ટીવી લોન્ચ કર્યો છે, જેની કિંમત 1,19,999 રૂપિયા છે
નવો ટીવી 4K UHD પેનલ અને 120Hz ના રીફ્રેશ રેટ સાથે આવે છે. તે ડોલ્બી વિઝન અને HDR10 + ને સપોર્ટ કરે છે. કંપનીએ Mi 11 અલ્ટ્રા, Mi 11X અને Mi 11X Pro લોન્ચ કરી છે.
શાઓમી ( Xiaomi ) એ ભારતમાં પોતાનો સૌથી પ્રીમિયમ સ્માર્ટ ટીવી લોન્ચ કર્યો. કંપનીએ આજે આ ટીવી ઉપરથી વર્ચુઅલ ઇવેન્ટમાં પર્દો ઉઠાવ્યો. ઑનલાઇન લોંચ ઇવેન્ટમાં, કંપનીએ Mi 11 અલ્ટ્રા, Mi 11X અને Mi 11X Pro લોન્ચ કરી . ત્રણેય સ્માર્ટફોનને પ્રીમિયમ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ સાથે, કંપની હવે મોટા ટીવી સેગમેન્ટમાં એન્ટ્રી( પ્રવેશી ) છે. અત્યારે આ સેગમેન્ટમાં ઘણી ઓછી કંપનીઓ છે.
નવો ટીવી 4K UHD પેનલ અને 120Hz ના રીફ્રેશ રેટ સાથે આવે છે. તે ડોલ્બી વિઝન અને HDR10 + ને સપોર્ટ કરે છે. ટીવીમાં ડોલ્બી ઑડિઓ અને મલ્ટીપલ કનેક્ટિવિટી વિકલ્પો આપવામાં આવ્યા છે. ઝિઓમીએ ગયા મહિને ભારતમાં પોતાનો પહેલો રેડમી ટીવી લૉંચ કર્યો હતો. આવી સ્થિતિમાં, આ સમયે પ્રીમિયમ યુઝર્સ ટારગેટ કરી ( વપરાશકર્તાઓને લક્ષ્ય બનાવી ) ને આ ટીવી લૉંચ કરી રહ્યું છે.
ટીવીના ભાવની જાણકારી
ભારતમાં MI QLED TV 75 inches ની કિંમત 1,19,999 રૂપિયા છે. જે 75 ઇંચના કદમાં આ અત્યાર સુધીમાં સૌથી વધુ સસ્તું ટીવી છે . જે સેમસંગ અને સોની જેવા બ્રાન્ડ્સને સખત ટક્કર આપી રહ્યું છે. શાઓમીએ ભારતમાં સ્માર્ટ ટીવી બનાવવાનું શરૂ કર્યું છે, જેથી તેની કિંમત આવે. જો ગ્રાહકો HDFC Bank ( એચડીએફસી બેંક ) ના કાર્ડથી ખરીદી કરશે તો 7500 રૂપિયાની ઇંસ્ટંટ ( ત્વરીત ) ડિસ્કાઉન્ટ મળશે.
સુવિધાઓ અને સ્પેક્સ
Mi QLED TV 75 inches માં QLED 4K UHD પેનલ છે જે 3,840 x 2,160 રિઝોલ્યુશન સાથે આવે છે. અને આમા 178-ડિગ્રી વ્યુ એંગલ જોવાનું મળે છે. ટીવી ડોલ્બી વિઝન, HDR10+ અને 120Hz ના રીફ્રેશ રેટ ( તાજું દરને ) સપોર્ટ કરે છે, ટીવીમા 1.5GHz મીડિયાટેક એમટી MT9611 પ્રોસેસર મળે છે. જેમા માલી G52 P2 GPU સાથે તે 2GB રેમ અને 32GB નેટીવ સ્ટોરેજ સાથે આવે છે.
ટીવી Android 10OS પર કામ કરે છે અને તે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, યુટ્યુબને સપોર્ટ કરે છે. તેમાં બિલ્ટ ઇન માઇક્રોફોન મલે છે જે હેન્ડ્સ ફ્રી કંટ્રોલ સાથે આવે છે. આ એલેક્ઝા અને ગૂગલ આસીટન્ટ ના આદેશો દરમિયાન કાર્યમાં આવે છે. આ ઝિઓમીનો પહેલો ટીવી છે જેમાં એલેક્ઝાને સપોર્ટ કરવામાં આવ્યો છે. ઑડિઓ માટે તેમાં 30W સ્ટીરિયો સ્પીકર્સ છે જેમાં બે ટ્વિટર અને બે વોફર્સ છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં બ્લૂટૂથ 5.0, HDMI 2.0 પોર્ટ, બે HDMI 2.0 પોર્ટો, બે USB પોર્ટ અને 3.5mm નો હેડફોન જેક છે. ટીવીમાં બિલ્ટ ઇન ક્રોમકાસ્ટ પણ લગાવેલ છે.
0 Comments