Oppo K9 5G ( ઓપ્પો K9 5G ) સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો , સ્નેપડ્રેગન 768G પ્રોસેસર સાથે 64MP નો કૅમેરો

Oppo K9 5G ( ઓપ્પો K9 5G ) સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો , સ્નેપડ્રેગન 768G પ્રોસેસર સાથે 64MP નો કૅમેરો




સ્માર્ટફોન મેકર કંપની ઓપ્પોએ ચીનમાં કે-સિરીઝ ના ડિવાઇસ Oppo K9 5G ( ઓપ્પો K9 5G ) લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં પંચ-હોલ ડિસ્પ્લે છે. આ સિવાય યુઝર્સને ડિવાઇસમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ અને પાવરફુલ ( શક્તિશાળી ) બેટરી મળશે. ચાલો જાણીએ Oppo K9 5G ( ઓપ્પો K9 5G ) ના સ્પેસિફીકેશન અને કિંમત

Oppo K9 5G ( ઓપ્પો K9 5G ) ની સ્પેસિફીકેશન

Oppo K9 5G ( ઓપ્પો K9 5G ) સ્માર્ટફોન, Android 11 આધારિત ColorOS 11.1 ( કલરઓએસ 11.1 ) પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 6.43 ઇંચનું એમોલેડ પંચ-હોલ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1080 x 2400 પિક્સ્યલ છે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 768જી પ્રોસેસર છે. આ સિવાય સ્માર્ટફોનમાં 6th generation ના ફિંગરપ્રિન્ટ સ્કેનર મળશે.

કેમેરા

ફોટોગ્રાફી માટે કંપનીએ Oppo K9 5G ( ઓપ્પો K9 5G ) સ્માર્ટફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આપ્યો છે. તેમાં 64MP ( 64 એમપી ) પ્રાયમરી સેન્સર, 8MP ( 8 એમપી ) અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 2MP ( 2 એમપી ) મેક્રો લેન્સ છે. જ્યારે ફ્રન્ટમાં સેલ્ફી માટે 32MP ( 32 એમપી ) નો કેમેરો છે.

બેટરી અને કનેક્ટિવિટી

Oppo K9 5G ( ઓપ્પો K9 5G ) સ્માર્ટફોનમાં 4,300mAh ( 4,300 એમએએચ ) ની બેટરી છે, જે 65W ( 65 ડબલ્યુ ) રેપિડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સિવાય ફોનમાં કનેક્ટિવિટી માટે 5G, ડ્યુઅલ સિમ, વાઈ-ફાઇ, જીપીએસ, બ્લૂટૂથ 5.1 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવી ફીચર્સ આપવામાં આવ્યા છે.

Oppo K9 5G ( ઓપ્પો K9 5G ) કિંમત

Oppo K9 5G ( ઓપ્પો K9 5G ) સ્માર્ટફોન 8GB Ram + 128 GB Storage  ( 8 જીબી રેમ + 128 જીબી ) સ્ટોરેજ અને 8GB Ram + 128 GB Storage ( 8 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજ ) વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. તેના પહેલા વેરિયન્ટ કિંમત 1999 ચાઇનીઝ યુઆન (આશરે 22,785 રૂપિયા) છે અને બીજા વેરિયન્ટની કિંમત 2199 ચાઇનીઝ યુઆન (આશરે 25,081 રૂપિયા) છે. આ હેન્ડસેટ Spades K (બ્લેક) અને Wings of Symphony (બ્લુ ગ્રેડિએન્ટ) રંગ ના વિકલ્પોમાં ઉપલબ્ધ છે. હમણિ , તે જાણકારી નથી મળી કે ભારતમાં આ ડિવાઇસ કેટલા સમય સુધી લૉંચ કરવામાં આવશે.

તમે જાણો છો કે ઓપ્પોએ જાન્યુઆરી 2021 માં A -સિરીઝના ઓપ્પો A55 રજૂ કર્યા હતા. આ ફોનની કિંમત 1599 ચાઇનીઝ યુઆન એટલે કે આશરે 18,000 રૂપિયા છે. ઓપ્પો A55 સ્માર્ટફોન , એન્ડ્રોઇડ 11 પર આધારિત ColorOS 11.1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચનું એચડી પ્લસ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1600 x 720 પિક્સ્યલ છે. ઉપરાંત, તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રોસેસર, 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે.

Post a Comment

0 Comments

close